કોર્મ ભરો અને વિડીયો કોલથી ગાઇડન્સ મેળવો.: Fill out the Form & Get Guidance on Video Call
માત્ર ૫ મિનિટમાં કોઈ પણ અભ્યાસ કે કાર્ય શરૂ કરતાં પહેલાં હળવાશ અનુભવો અને સંપૂર્ણ એકાગ્ર થાઓ!
પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમીમાં, અમે માનીએ છીએ કે કોઈપણ કાર્યમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મનની શાંતિ અને કેન્દ્રિત ધ્યાન એ પ્રથમ પગલું છે. આ પેજ પર આપેલા વીડિયો યોગના ગહન વિજ્ઞાન પર આધારિત છે, જે તમને તમારા અભ્યાસ, કાર્ય અને જીવનમાં મદદ કરશે.
પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમીમાં, અમે દરેક સેશનની શરૂઆત આ ૪ શક્તિશાળી પગલાંઓથી કરીએ છીએ:
✅ Relaxation (વિશ્રામ): શરીર અને મનને સંપૂર્ણ શાંત કરો.
✅ Pranayama (પ્રાણાયામ): શ્વાસ દ્વારા તમારા ધ્યાનને કેન્દ્રિત કરો.
✅ Affirmations (સકારાત્મક સંકલ્પ): સકારાત્મક વાક્યો બોલીને આત્મવિશ્વાસ વધારો.
✅ Prayer (પ્રાર્થના): આંતરિક શાંતિ અને કૃતજ્ઞતા સાથે જોડાઓ.
આ દૈનિક ક્રમ તમને મદદ કરશે:
ધ્યાન અને એકાગ્રતા સુધારવામાં
તણાવ અને ચિંતા ઘટાડવામાં
સર્જનાત્મકતા અને શીખવાની શક્તિ વધારવામાં
તમારા દિવસની શરૂઆત ઊર્જા અને સકારાત્મકતા સાથે કરવામાં
અભ્યાસ શરૂ કરતાં પહેલાં, નીચે આપેલા વીડિયોમાંથી કોઈ એક પસંદ કરો. માત્ર ૨ થી ૫ મિનિટ શાંતિથી બેસો, ઊંડા શ્વાસ લો અને તમારા મનને સ્થિર કરો. આ નાનકડું પગલું તમારી શીખવાની ક્ષમતાને બમણી કરી શકે છે.
▶️ પ્લેલિસ્ટ: Boost Your Focus with Prayers & Concentration Techniques
(પ્રાર્થના અને પ્રાણાયામથી એકાગ્રતા વિકસાવો)
આ પ્લેલિસ્ટ તમને અમારી ૪-પગલાંની સંપૂર્ણ પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે. દરરોજ અભ્યાસ કે કામ શરૂ કરતાં પહેલાં તેને અનુસરો.
નીચે ક્લિક કરો.
અભ્યાસ શરુ કરતાં પહેલાં આ ટેકનીક કરો.
વીડિયોમાં શીખવાડેલી ટેકનિકના લાભો
વીડિયોમાં દર્શાવેલી ટેકનિકનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને શાંત અને સ્થિર બનાવે છે. શાંત થવાના અર્થ એ છે કે તમારામાં વિચારોની હલચલ ઓછી થાય છે, અને મગજના તંતુઓ આરામદાયક સ્થિતિમાં આવે છે. પરિણામે, તમારું મગજ વધુ સર્જનાત્મક બને છે અને નાનું બાળક જેવું કુતુહલમય મન વિકસિત થાય છે, જે તમને અભ્યાસમાં રસ જગાવી શકે છે.
બીજો મોટું ફાયદો એ છે કે આ ટેકનિક એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે એકાગ્રતા સાથે શીખવા, જોવા અથવા સાંભળવા પ્રયત્ન કરો છો, ત્યારે વસ્તુઓ સરળતાથી સમજાય છે. પરિણામે, તમે જે શીખો છો તે લાંબા સમય સુધી યાદ રહી શકે છે અને જીવનમાં તેનો ઉપયોગ પણ કરી શકો છો.
જો તમે આ ટેકનિકનો નિયમિતપણે ઉપયોગ કરશો, તો તમારા અભ્યાસમાં તેમજ કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરી શકશો. તેથી, અભ્યાસ શરૂ કરતા પહેલા આ ટેકનિક પાંચથી દસ મિનિટ અવશ્ય અજમાવવી.
આ ટેકનિક કેવી રીતે કરશો?
આ ટેકનિક step-by-step કરવા માટેની સંપૂર્ણ માહિતી ઉપરના વીડિયોમાં આપવામાં આવી છે.
અહીં હું તેને ક્રમબદ્ધ અને સરળ ભાષામાં સમજાવીશ, જેથી તમે તેને સરળતાથી અમલમાં મૂકી શકો.
Step 1: શરીરની સ્થિતિ યોગ્ય બનાવવી
૧.કરોડરજ્જુ સીધી રાખો – કોઈપણ સપોર્ટ ન લો, પીઠને ખુરશી અથવા દિવાલનો આધાર ન આપો.
શરીર ઢીલું કરો –
ખભા (Shoulders) ઢીલા રાખો.
હાથ, સાથળ પર મૂકો અને તેનું વજન અનુભવવાનો પ્રયાસ કરો.
બંને પગ જમીન (માતૃભૂમિ) પર રાખો અને હળવા કરો.
(જો તમે ખુરશી પર બેઠા હો, તો બંને પગ જમીન પર સ્થિર રાખવા પ્રયત્ન કરો.)
Step 2: શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો
ધીરે ધીરે ગહન શ્વાસ (Deep Breathing) લો –
પ્રથમ ઊંડો શ્વાસ લો, પછી ધીમે ધીમે છોડી દો.
બીજીવાર પણ તે જ પ્રક્રિયા કરો.
ત્રીજીવાર ફરીથી આ ક્રિયા કરો.
શ્વાસ ઉદરપટલથી (Diaphragmatic Breathing) લેવાનો પ્રયત્ન કરો, એટલે કે પેટના નીચેના ભાગથી શ્વાસ લેવું.
(નોંધ: આ ક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ જો તમને મુશ્કેલ લાગે, તો તમે કોઈ યોગ્ય યોગ શિક્ષક પાસેથી શીખી શકો છો. પર્સનાલિટી ડેવલપમેન્ટ અકાદમીમાં પર્સનલ કોચિંગમાં આ પ્રેક્ટિસ તમે મારી સાથે કરી શકો છો.)
Step 3: મનને શાંત અને એકાગ્ર બનાવવું
તમારા શ્વાસ પર સંપૂર્ણ ધ્યાન આપો.
નાકના દ્વાર પર ધ્યાન કેન્દ્રિત કરો, જ્યાંથી શ્વાસ અંદર-બહાર થઈ રહ્યો છે.
જ્યારે શ્વાસ અંદર જાય, ત્યારે મનમાં 'In' બોલો અને જમણા હાથની પહેલી આંગળી અંદર તરફ વાળો.
જ્યારે શ્વાસ બહાર આવે, ત્યારે મનમાં 'Out' બોલો અને જમણા હાથની પહેલી આંગળી બહાર તરફ વાળો.
શ્વાસની ગતિમાં હસ્તક્ષેપ કરવો નહીં, કેમ કે શરીર શ્વાસને તેની જરૂરિયાત અનુસાર સ્વતંત્ર રીતે લે છે. તમારે માત્ર શ્વાસની આવન-જાવનને અવલોકન (Observation) કરવાનું છે.
Step 4: અંતિમ શાંત અવસ્થામાં પ્રવેશો
આ પ્રેક્ટિસ પાંચ મિનિટ સુધી કરો.
આ પ્રક્રિયા ધીરે ધીરે તમારા શ્વાસની ગતિ ધીમી કરશે, તમારા વિચારો શાંત થશે, અને તમારા હૃદયના ધબકારા સ્થિર થશે.
પરિણામે, તણાવ ઘટાડાશે અને તમારા મગજની અભ્યાસ માટેની ક્ષમતા વધી જશે.
Step 5: અંતમાં અંતિમ શ્વાસ લઈએ
પ્રેક્ટિસ પૂરી કરતા પહેલા એક અંતિમ ઊંડો શ્વાસ લો, શરીરમાં ભરો, અને ધીમે ધીમે છોડો.
હવે તમારું મગજ અને શરીર સંપૂર્ણપણે અભ્યાસ માટે તૈયાર છે!
––––––– આ પ્રેક્ટિસ રોજ અભ્યાસ પહેલાં 5-10 મિનિટ કરો અને તમારા ધ્યાન, એકાગ્રતા, અને શાંત મનનો ફાયદો લો!
વીડિયોમાં દર્શાવેલી ટેકનિકનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને શાંત અને સ્થિર બનાવે છે. શાંત થવાના અર્થ એ છે કે તમારામાં વિચારોની હલચલ ઓછી થાય છે, અને મગજના તંતુઓ આરામદાયક સ્થિતિમાં આવે છે. પરિણામે, તમારું મગજ વધુ સર્જનાત્મક બને છે અને નાનું બાળક જેવું કુતુહલમય મન વિકસિત થાય છે, જે તમને અભ્યાસમાં રસ જગાવી શકે છે.
બીજો મોટું ફાયદો એ છે કે આ ટેકનિક એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે એકાગ્રતા સાથે શીખવા, જોવા અથવા સાંભળવા પ્રયત્ન કરો છો, ત્યારે વસ્તુઓ સરળતાથી સમજાય છે. પરિણામે, તમે જે શીખો છો તે લાંબા સમય સુધી યાદ રહી શકે છે અને જીવનમાં તેનો ઉપયોગ પણ કરી શકો છો.
જો તમે આ ટેકનિકનો નિયમિતપણે ઉપયોગ કરશો, તો તમારા અભ્યાસમાં તેમજ કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરી શકશો. તેથી, અભ્યાસ શરૂ કરતા પહેલા આ ટેકનિક પાંચથી દસ મિનિટ અવશ્ય અજમાવવી.
▶️ ઝડપી રિલેક્સેશન: Relax in 2 minutes and be ready for study & work
(૨ મિનિટમાં રિલેક્સ થઈ અભ્યાસ કે કાર્ય માટે તૈયાર થાઓ)
જ્યારે તમારી પાસે સમય ઓછો હોય, ત્યારે આ ઝડપી ટેકનિક તમને તરત જ શાંત અને કેન્દ્રિત કરશે.
▶️ વધુ વીડિયો: More videos to improve your focus
(એકાગ્રતા વધારવા માટેના અન્ય વીડિયો)
અહીં એકાગ્રતા વધારવા માટેની વિવિધ ટેકનિકના વધુ વીડિયો જુઓ.
(અમારી સાથે જોડાઓ)
Join Us at Personality Development Academy
અમે દિલથી ઇચ્છીએ છીએ કે તમે અમારા ઓફલાઇન ક્લાસમાં જોડાઈને રૂબરૂ માર્ગદર્શન મેળવો. જોકે, તમારી સુવિધા માટે અમે ૩૦થી વધુ ઓનલાઇન કોર્સ તદ્દન ફ્રી ઉપલબ્ધ કરાવ્યા છે. આ ફ્રી ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે નીચેની લીન્કને ક્લિક કરો.
(ફ્રી) Free : courses, Blogs, Q & A.
પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડમી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
- નીરવ ગઢાઈ